અગ્નિસંસ્કાર - 15

  • 3.3k
  • 2.5k

પંદર મિનિટ બાદ રસીલાની રાહનો અંત આવ્યો. હાંફતા હાંફતા શિવાભાઈ મેડિકલ સ્ટોર પહોંચ્યા અને બિલની રકમ ચૂકવી દવા હાથમાં લઈ લીધી. " આ પૈસાનું બંદોબસ્ત ક્યાંથી કર્યું?" રસીલા બેને આતુરતાઈથી કહ્યું." એ બઘું પછી કહીશ અત્યારે ચાલ..." રસિલાનો હાથ પકડીને શિવાભાઈ હોસ્પિટલ પહોંચ્યા. ડોકટરે દવા લઈને કેશવને જરૂરી ઇન્જેક્શન આપ્યું અને બાટલો ચડાવ્યો. કેશવના શરીરમાંથી તાવ ધીમે ધીમે ઘટી રહ્યો હતો. કેશવની આંખ ખોલતા જ રસીલાની આંખો ભરાઈ આવી. આખો દિવસ હોસ્પિટલમાં વિતાવીને રાતે બધા ઘરે પહોંચ્યા. કેશવને ચાદર ઓઢાડીને સુવડાવી દીધો અને પછી શાંતિથી બેસીને રસીલા એ ફરી પૈસાની વાત ઉખેળી. " હવે તો કહો આ પૈસા ક્યાંથી લાવ્યા?"