ગુમરાહ - ભાગ 59

  • 1.9k
  • 1
  • 966

ગતાંકથી.... કેવળ એક નિર્દોષ હેતુથી કે તેને મેં એક સીધી, સાદી અને ભલી લેડી તરીકે ઓળખી છે." પૃથ્વી એ જવાબ દીધો." એક વાર તે રાજી ખુશીથી મિલકત છોડી ગઈ એમ મેં જાણ્યું અને બીજી વાર તેનો ખૂનમાં હાથ છે,એમ મેં વાંચ્યું.મારું દિલ એની સહી સલામતી માટે બળે છે અને તેથી જ તેની હાલત હું જાણવા માગું છું." હવે આગળ... ઓ હો હો !""છોકરો બોલ્યો : "દુનિયામાં એમ તો બહુ ઘણીબધી સીધી ,સાદી, નિર્દોષ લેડીસ હોય છે. શું તેઓની આફતોમાં દરેકને માટે તમારું દિલ બળે છે?" "છોકરા, તારામાં કંઈ બુદ્ધિ છે; તું કાંઈ રહસ્યમય ખબરો જાણે છે, એમ મારું માનવું છે