ગુમરાહ - ભાગ 58

  • 1.9k
  • 974

ગતાંકથી... "હું 'લોક સેવક' ન્યૂઝ પેપર નો પ્રતિનિધિ છું." "એમ ?તમારા ન્યુઝ પેપર નો માલિક પૃથ્વી કરીને કોઈ છે કે?" તે હું જ છું ,ડોક્ટર સાહેબ. મેં એકરારમાં મારુ. મારા ન્યુઝ પેપરનું અને બીજા નામો મેં સાંભળ્યા છે-" "ત્યારે તો આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે."ડૉક્ટરે કહ્યું. હવે આગળ... "ત્યારે આ નકલ તમને ઘણી જ ઉપયોગી થઈ પડશે." એમ કહીને ડોક્ટરે પૃથ્વીના હાથમાં તે 'પેડ' મૂકી. પૃથ્વીએ લખાણ વાંચવા માંડ્યું: 'હું કેકાનાથ રાયચુરા , વકીલ : પ્રતિજ્ઞા પૂર્વક આ ઉપરથી લખાવું છું કે : પોલીસ અધિકારીઓએ નીચેની બાબતો ધ્યાનમાં લેવી: 'લોકસેવક'ના હેડ પ્રિન્ટર હરેશને ઉઠાવી જનાર લાલચરણ છે.