અંશ ભલે શબ્દોનો અર્થ સમજતો ન હતો પરંતુ એટલી જાણ તો એને થઈ ગઈ હતી કે બલરાજ અંકલ પિતાના આત્મહત્યા પાછળ એની માને દોષી ઠેરવી રહ્યા છે. અંશને ગુસ્સો આવતાં એણે બાજુમાં પડેલો નાનો પથ્થર બલરાજના માથે ધા કર્યો. બલરાજને ઈજા તો ન પહોંચી પરંતુ એટલું જરૂર કહ્યું." ઓહો મારા દીકરાને ગુસ્સો આવે છે, બેટા તારી ઉંમર ભણવા ગણવાની છે, તું ભણીશ તો તું તારી માને સાચવી શકીશ, નહિતર મા તારુ પેટ કઈ રીતે ભરશે?.." " બીજો બાપ કરીને....હે ને લક્ષ્મી?" કરીના બોલીને હસવા લાગી. કરીનાની વાત સાંભળીને આખુ પરિવાર હસવા લાગ્યું. ત્રણેય ભાઈઓમાંથી કોઈને પણ જીતેન્દ્રના જવાથી દુઃખ ન