સાચી મિત્રતા

  • 2.7k
  • 980

એક ખૂબ જ સુંદર પહાડોને કોતરીને નાનકડું એવું ગામડું બન્યું હતું. તેને જોતા જ એવું લાગે કે જાણે પ્રકૃતિએ તેમાં પોતાની મનમોહક સોડમ ભરી દીધી હતી. સુંદર સુંદર ફૂલો અને મધુર મધુર પક્ષીઓના અવાજથી જાણે તાજગી છવાઈ ગઈ હતી. તેવું લાગતું હતું અને તે ગામની પાસેથી વહેતું ઝરણું કુદરતની અદ્દભૂત લીલાના જાણે દશૅન કરાવતા હોય તેવું લાગતુ હતું.આ ગામમાં બે અલગ-અલગ જ્ઞાતિના પરંતુ ખૂબ ધનવાન એવા બે પરિવારો વસતા હતા.તે બંનેના ઘર એટલા આકર્ષક હતા કે તેને જોઈને જ મન ખુશ થઈ જાય.તેઓના ઘર કોઈ મહાન રાજાના મહેલથી કમ નહોતા લાગતા.