સપનાનાં વાવેતર - 39

(56)
  • 5.4k
  • 2
  • 3k

સપનાનાં વાવેતર પ્રકરણ 39બીજા દિવસે સુજાતા બિલ્ડર્સની તમામ સ્કીમો સમજવા માટે અનિકેતે કંપનીના મેનેજર કુલકર્ણીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. એમની ઉંમર લગભગ ૫૦ ની દેખાતી હતી. "કુલકર્ણી... અત્યારે આપણી ટોટલ કેટલી સ્કીમો ચાલે છે એની વિગતવાર માહિતી મને જોઈએ. મેનેજર તરીકે અહીં તમારો રોલ શું છે અને અહીં કેટલો સ્ટાફ છે એ પણ મને જરા ડિટેલ્સમાં સમજાવો. " અનિકેત બોલ્યો." જી સર. જ્યારથી શેઠે આ કંપની ઉભી કરી છે ત્યારથી હું જોબ કરું છું અને સૌથી સિનિયર છું. અત્યારે ત્રણ કોન્ટ્રાક્ટર્સ અને બે એક્ઝીક્યૂટિવ એન્જિનિયર આપણી કંપનીમાં કામ કરી રહ્યા છે. એ બધા મોટા ભાગે સાઈટ ઉપર જ હોય છે. વર્ષોથી