વરદાન કે અભિશાપ (ભાગ-૩૦) (નરેશ, સુશીલા અને ઘરના બધા સભ્યો નવા ઘરમાં માટલી મૂકવાના સામાન સાથે જાય છે. ત્યાં બધી જ સામગ્રી ગોઠવી દે છે. સુશીલા થોડી ઉદાસ હતી. કેમ કે, તેને એક દીકરી પલક હતી તો પણ માટલી તેમની નણંદ ગીતાબેન જ મૂકવાના હતા. પણ નરેશ તેને એમ કહીને સમજાવી દે છે કે, ગીતાબેન ઘરમાં એક જ દીકરી છે એટલે તે માટલી મૂકે તો સારું. આથી સુશીલા પછી કંઇ જ બોલતી નથી. આ બાજુ ગીતાબેન અને ગોરધનભાઇ બંને બાળકોને લઇને આવી જાય છે. મણિબેન તો પોતાની દીકરી ગીતાને જોઇને હરખાઇ જ જાય છે. ગીતાબેન માટલી મૂકવાની રસમ સારી