આજે સુહાની ઘરે આવીને તકીયામાં મોઢું સંતાડી હિબકા ભરી રડી રહી. કહેવાય નહિ એવું આ દર્દ ક્યાં સુધી છુપાવી શકે ? મનોમન નિર્ધાર કરી રડવા પર કાબૂ મેળવ્યો. અત્યારે ઘરમાં કોઈ હતું પણ નહીં કે પાણીનો ગ્લાસ આપે જેથી તેના હીબકાં ઓછા થાય. એ તો વળી વધારે સારી વાત હતી કે ઘરમાં તે એકલી હતી. લગ્ન કર્યાને દસ વર્ષ થઈ ગયા હતા, સુજાન બાપ બની શક્યો ન હતો. ઘણા પ્રયત્નો કર્યા પણ નિષ્ફળતા પ્રાપ્ત થઈ હતી. સુજાન તો બેફિકર હતા. “મૂકને યાર પંચાત મટી. બાળકોને ઉછેરવા, તેમની પાછળ સમયની બરબાદી કરવી. કોને ખબર કેવું પાકે”? ‘કેમ આપણે કેવા પાક્યા, આપણા