હું અને અમે - પ્રકરણ 21

  • 2.3k
  • 1
  • 1.3k

રાકેશની બેગ અંદર મુકતા તેણે કહ્યું,"ઓકે તો હવે બધું સેટ છે. તમે ફ્રેશ થઈને નીચે આવો પછી આપણે નાસ્તો કરીને ઓફિસે જઈએ." એ બહાર જતો રહ્યો. બહાર આવી જોયું તો રાધિકા ઉદાસ થઈને ત્યાંજ ઉભેલી. તેણે રાધિકા સાથે વાત પણ ના કરી અને પોતાની રૂમ તરફ જતો રહ્યો. દાદર ચડતા બોલ્યો, "નાહીને આવું છું." તેના મનમાં શું ચાલે છે તે પરિસ્થિતિને સમજવી આ સમયે થોડી અઘરી હતી. તેનો ખુલાસો તો જ્યારે તે તેના મોઢે કરશે ત્યારે જ સમજાશે. તે ફરી પાછી રસોઈ ઘરમાં જઈને કામે વળગી ગઈ. "આ મોહન અત્યારમાં ક્યાં ચાલ્યો ગયો છે?" તેણે શારદાને પૂછ્યું. "શું બેનીબા! તમને