મુંબઈમાં રાકેશના પ્રેઝન્ટેશન પર આવી રહેલી લોકોની અભિવ્યક્તિથી સ્પષ્ટ થતું હતું કે રાકેશના કમ્પની પ્રતિના વિચાર સ્પષ્ટ છે. મિટિંગ પત્યા પછી રાકેશ પોતાની કેબીન તરફ જઈ રહ્યો હતો. તેવામાં મયુર પાછળથી દોડતો આવ્યો અને તેને સાદ કરવા લાગ્યો, "સર... સર! એક્સ્ક્યુઝમી સર. પ્લીઝ..." તેણે પાછળ ફરીને જોયું, "મિસ્ટર મયુર, શું વાત છે?" "સર થોડી પર્સનલ વાત કરવી છે, મંજૂરી મળશે?" "હા, બોલોને." "ગઈ વખતે તમે જે સજેશન આપ્યું તે ખરેખર કામ કરી ગયું. એક્ચ્યુલી, હું ઘણા સમયથી વિચારતો હતો કે રાધિકા મારા પર વધારે ધ્યાન આપે પણ એવું ન્હોતું થતું. ગઈ વખતે આ જ ઓફિસમાં આપણે જ્યારે મળ્યા ત્યારે તમે