નો ગર્લ્સ અલાઉડ - ભાગ 17

  • 3.3k
  • 2.4k

મેજિક ડ્રીંકસ હવે ઘરે ઘરે ફેમસ થવા લાગી હતી. લોકોની પહેલી પસંદ હવે મેજિક ડ્રીંકસ બની ચૂકી હતી. સામાન્ય ભાવમાં આપવામાં આવતો લાજવાબ ટેસ્ટથી સૌના હદયમાં મેજિક ડ્રીંકસનો જાદુ છવાઈ ચૂક્યો હતો. આકાશ અને અનન્યા એ પોતાના કામના ભાગ પાડી લીધા હતા. જેથી બંને વચ્ચે કામનો ભાર ઓછો પણ રહે અને કામની ગુણવત્તામાં પણ વધુ સારો સુધારો લાવી શકાય. આ બધાની વચ્ચે આકાશનું દિલ કામની સાથે સાથે અનન્યા પર પણ લાગી રહ્યું હતું. પરંતુ અનન્યાનું સંપૂર્ણ ધ્યાન માત્ર બિઝનેસ તરફ જ હતું. જેથી એ આકાશની આંખોમાં રહેલો પ્રેમ જોઈ ન શકી. " અનન્યા...હવે બસ પણ કર બાકીનું કામ કાલ કરી