છપ્પરપગી ( ૪૮ ) ————————સ્વામીજી મરક મરક હસ્યા અને કહ્યું કે, ‘યોગ્ય સમય આવશે ત્યારે જે જરૂરી હશે ત્યારે તને લક્ષ્મી જણાવશે,. હવે વાત તારા આવે છે તારા ફેમિલી બિઝનેશ અંગેના નિર્ણયની અને સ્વતંત્ર રીતે તારો નિર્ણય એક્ઝીક્યુટ કરવાની તો બેટા મારો અભિપ્રાય છે કે,‘બદલાવ એ જીવનનો નિયમ છે. જો આપણે બદલાયા ન હોત તો હજુય પાષાણ યુગમાં જ જીવતા હોત. સમયની સાથે સાથે ઘણું બદલાય છે. તેને કારણે લોકોની માન્યતાઓ પણ બદલાય છે, જેની અસર સંસ્કૃતિ પર પડે જ છે. સમગ્ર સંસ્કૃતિને બચાવવા ઝાંવા નાખવા કરતાં, જે સારું છે તેને જાળવી રાખવું અને જે અયોગ્ય કે પછી હવે બિનજરૂરી