નો ગર્લ્સ અલાઉડ - ભાગ 15

  • 3.5k
  • 2.5k

અનન્યા એ કોઈ પણ જાતનો સમય બગાડ્યા વિના જ બિઝનેસને ચલાવવા માટે કડી મહેનત કરવા લાગી ગઈ. પપ્પા તરફથી લીલી ઝંડી મળી હોવાથી તેમનો ઉત્સાહ બે ગણો વધી ગયો હતો. આકાશ અને અનન્યા પાસે વીસેક માણસોની ટીમ તૈયાર હતી. શરૂઆતના તબક્કામાં ઘંઘો નાના પાયે થતો હોવાથી તેમણે વધુ માણસો કામમાં ન ગોઠવ્યા. ડ્રીંકસ બનાવાનું કામ મશીનરીથી થતું હોવાથી કોઈ ખાસ બળ વાળું કામ આકાશને કે અનન્યાને ન કરવું પડ્યું. પરંતુ બિઝનેસમાં બળની જગ્યાએ કળની વધુ આવશ્યકતા હોય છે. અને એમાં આકાશ અને અનન્યા એ તો માસ્ટરી કરી રાખી હતી. સૌ પ્રથમ આકાશ અને અનન્યા એ આસપાસના વિસ્તારમાં આવેલા શોપ અને