પ્રેમ સમાધિ - પ્રકરણ-42

(26)
  • 2.9k
  • 3
  • 2k

પ્રેમ સમાધિ પ્રકરણ-42 નારણ અને વિજય ટંડેલ કલરવની વાતો સાંભળીને ચોંકી ગયાં એમણે પૂછ્યું “તો એને ચાકુથી મારી નાંખ્યો ? એ બીજો કોઇ નહીં. ઇમ્તીયાઝજ હતો સાલો સુવવર... સારું કર્યું.. પછી તું ક્યાં ગયો ? સવારે શું થયું ?...” કલરવ એ વાતો યાદ કરી અત્યારે પણ થથરી રહેલો... એણે કહ્યું “એનું આખું શરીર ધ્રુજી રહેલું શરીરમાંથી લોહી નીકળી રહેલું. એ રાડો પાડી રહેલો.. એને રાડો પાડતો જોઇ મને વધારે ઝનૂન ચઢ્યું.. હું એને એનાંજ છૂરાથી મારતો રહ્યો.. એ મરી ના ગયો ત્યાં સુધી મારતોજ રહ્યો. પછી ખૂણામાં જઇને બેસી ગયો છૂરો મારાં હાથમાં હતો મારાં હાથ કપડાં લોહીલૂહાણ થઇ ગયેલાં...”