અગ્નિસંસ્કાર - 8

(13)
  • 3.6k
  • 3k

ચાલું વરસાદમાં નજીકના એક પુલ પાસે બંને આદમીઓ પહોચી ગયા. " વિચારે છે શું? બાળકને નદીમાં ફેંક..." બાજુમાં ઉભેલો એક આદમી બોલી ઉઠ્યો." હું આ કૃત્ય નહિ કરી શકું, બાળકને જોતો કેટલું પ્યારું છે...આવા બાળકને નદીમાં ફેંકી દઈશું તો ભગવાન આપણને કદી માફ નહિ કરે..." કાંપતા શરીરે કહ્યું." અને નહિ ફેંકીએ તો બલરાજ આપણને માફ નહિ કરે, એ તો ડાયરેક્ટ આપણને ભગવાન પાસે જ મોકલી દેશે..." " એ જે હોય એ હું બાળકને નહિ ફેંકુ...આ લે, તું જ તારા હાથે ફેંકી દે...." બાળકને બીજા આદમીના હાથમાં સોંપ્યું. " તું તો સાવ ડરપોક છે ડરપોક..." બીજા આદમીએ આસપાસ નજર દોડાવી અને