પ્રેમ સમાધિ પ્રકરણ-40 ચાકર વ્હીસ્કીની બોટલ, સોડા, આઇસક્યુબનો ડબ્બો અને નાસ્તો મૂકી જતો રહ્યો. નારણે બે ગ્લાસમાં પેગ બનાવી સોડા ઉમેરી આઇસક્યુબ નાંખ્યા.. એણે અને વિજયે ચીયર્સ કર્યુ અને કલરવની વાત પર ગંભીરતાથી ધ્યાન આવ્યું. સીપ લેતાં નારણે પૂછ્યું દિકરા પેલો આવ્યો ? એણે શું કીધું ?” કલરવે કહ્યું “એ આવ્યો મને મળ્યો પછી મારો કઠણકાળ શરૃ થયો”. વિજય અને નારણ બંને આર્શ્ચયથી સાંભળી રહ્યાં. કલરવે કહ્યુ “એ આવ્યો મારી સાથે ખૂબ ધીમેથી વાત કરતો હતો મને કહ્યું ચાલ મારી સાથે હું તને એક એવાં માણસની મુલાકાત કરાવું જે તારાં પિતા... અમારાં સાહેબ શંકરનાથજી અંગે બધુ જાણે છે... હું એનાં