હું અને અમે - પ્રકરણ 19

  • 2.5k
  • 1.4k

સવારના પોરમાં ગીતા રાકેશના માથામાં તેલ માલીશ કરતી હતી. નીરવ રસોડામાં કામ કરતી મનાલી પાસેથી ચાનો કપ લઈ તેની બાજુમાં આવીને બેસતા બોલ્યો, "ઓહો! હેડ મસાજ. શું વાત છે. તને યાદ છે તું નાનો હતો ત્યારે બાજુવાળા અમરશિકાકાને જોઈ હેડ મસાજ કરવાની જીદ્દ કરતો." એટલે જૂની યાદોને તાજી કરતા ગીતાએ કહ્યું, " હું ગમે તેવા કામમાં હોઉંને તો તે કામ છોડીને મારે આને તેલ માલિશ કરવી જ પડતી." એટલામાં મનાલી પણ ચાનો કપ લઈ બાજુમાં આવીને બેસી ગઈ. "હા હા. એને તેલ માલિશ ના કે'વાય. તમને ખબર છે ભાભી, હું જ્યારે એમ કે'તો કે હેડ મસાજ કરી દ્યો. ત્યારે આમ