રાજર્ષિ કુમારપાલ - 39

  • 1.3k
  • 1
  • 656

૩૯ વિધિની એક રાત્રિ બીજે દિવસે પ્રભાતે ભગવાન સોમનાથનાં દર્શન કરવા માટે પરમ પાશુપાતાચાર્ય ભાવ બૃહસ્પતિ પોતે મહારાજ કુમારપાલની સાથે જવાના હતા. મહારાજે ભાવ બૃહસ્પતિને સાધારણ પૃચ્છા કરી, તો ખબર મળ્યા કે ગુરુ હેમચંદ્રાચાર્ય હજી આવ્યા નહોતા. રાજાને પણ ચિંતા થઇ: ગુરુ મહારાજ આવશે કે નહિ આવે? નહિ આવે તો? પણ તેઓ ગુરુને ઓળખતા હતા. ગુરુ આવ્યા વિના નહિ રહે. કેટલાકે એટલી વાતમાંથી રજનું ગજ કરવા માંડ્યું! ‘ગુરુ હેમચંદ્ર નીકળ્યા ખરા, પણ આવ્યા નહિ! શું કરે, ભાઈ! રસ્તામાં માંદા પડી ગયા!’ બીજાએ કહ્યું. ‘ભૈ! એ તો મંદવાડ – પણ એમનો!’ જેને જેમ ઠીક પડે તેમ ચર્ચા થતી રહી.  તે રાત્રિએ