રાજર્ષિ કુમારપાલ - 36

  • 1.7k
  • 1
  • 890

૩૬ સોમનાથનો શિલ્પી! ભાવ બૃહસ્પતિ ને વાગ્ભટ્ટ બંને સોમનાથ મંદિરની ભવ્ય રચનાને ઉતાવળે આગળ ધપાવી રહ્યા હતા. લોકમાં તો એ ઘોષને અજબ પ્રોત્સાહન આણ્યું હતું. ભારતભરમાંથી રાજવંશી પુરુષો, ભેટ લઇ-લઇને ધરવા માટે આવી રહ્યા! હૈહયની તો રાજકુમારી પોતે જ સોનાનાં કમળ લઈને આવી હતી. શિવચિત્ત પરમર્દીએ છેક ગોપકપટ્ટનથી ચંદન મોકલ્યું હતું. સોમનાથ તરફ જનારા માણસોનો એક અવિચ્છીન પ્રવાહ શરુ થયો હતો. મહારાજ કુમારપાલનો વિજયઘોષ ગવાઈ રહ્યો. પાટણમાં અજબની શાંતિ થઇ ગઈ. ગુરુ હેમચંદ્રાચાર્યનો આત્મા પ્રસન્ન-પ્રસન્ન થઇ ગયો. હરેક પ્રકારનું ઘર્ષણ એમના મનથી એમણે ટાળી દીધું હતું. હવે તો કેવળ અજયપાલનું ધ્યાન રાખવામાં આવે તો પાટણનો ઉત્કર્ષ હજી પણ થવાનો હતો.