રાજર્ષિ કુમારપાલ - 35

  • 1.3k
  • 1
  • 696

૩૫ બીજું વિષબીજ વવાયું! વિધિની આ એક વિચિત્રતા છે. એક તરફ માણસો મહોત્સવ માણતા હોય, ત્યારે એ જ ઉલ્લાસસાગરને તળિયે બીજી બાજુ કરુણ રુદનનાં બીજ વવાતાં હોય! કોંકણવિજય એ પાટણમાં મહોત્સવની સીમા હતો. એક પળભર સૌને લાગ્યું કે હવે પાટણના મહારાજની સીમામર્યાદા સ્થપાઈ ગઈ. મહારાજ કુમારપાલે વિશ્રાંતિનો શ્વાસ લીધો. ધારાવર્ષદેવ અર્બુદ ગયા. સોમેશ્વર હજી શાકંભરીની પ્રતીક્ષા કરતો પાટણમાં જ રહ્યો. આમ્રભટ્ટ શકુનિકાવિહારની રચનામાં રચી રહ્યો. આલ્હણ-કેલ્હણને મહારાજે નડૂલ પાછું સોંપી દીધું. દંડનાયકને તેડાવી લીધો. આ પ્રમાણે જ્યારે પાટણમાં ઉપરઉપરથી શાંતિ સ્થપાઈ ગઈ લાગતી હતી, બરાબર ત્યારે જ શાંતિસાગરમાં અંદર વિષનાં બીજ પણ આવી રહ્યાં હતાં! નવા રમનારાઓ એક પછી એક