રાજર્ષિ કુમારપાલ - 28

  • 1.6k
  • 1
  • 948

૨૮ મંદિરનિર્માણ બીજા દિવસે રાજા અને આચાર્ય ‘યોગસૂત્ર’નું રહસ્યવાંચન કરી રહ્યા હતા, એટલામાં સામેથી દ્વારપાલને આવતો જોયો ને હેમચંદ્રાચાર્ય સમજી ગયા. કવિ વિશ્વેશ્વર ભાવ બૃહસ્પતિને આહીં લાવી શક્યા હતા. આચાર્યને એ વસ્તુમાં જ અરધો વિજય લાગ્યો. એટલામાં વિશ્વેશ્વર પોતે દેખાયા. એમના ચહેરા ઉપર પ્રસન્નતાભરેલું માધુર્ય હતું. તેમની પાછળ જ ... હેમચંદ્રાચાર્ય ઊભા થઇ ગયા. રાજા કુમારપાલે પણ હાથ જોડીને મસ્તક નમાવ્યું. જાણે કોઈ દિવસ કાંઈ ખટરાગ જ ન હોય તેવું વાતાવરણ સ્થપાતું જોઇને આચાર્યના મનમાં આનંદ-આનંદ થઇ ગયો. એમને એ જ જોઈતું હતું. પાટણનું પુનરુત્થાન એમાં હતું. ‘પ્રભુ!’ ભાવ બૃહસ્પતિ પણ બેસતાં જ વિનયથી બોલ્યા:  ‘મને વિશ્વેશ્વરે કહ્યું, આપ આંહીં