રાજર્ષિ કુમારપાલ - 26

  • 1.7k
  • 1
  • 1k

૨૬ હેમચંદ્રાચાર્યે બતાવેલો માર્ગ તે રાતે રાજાને નિંદ્રા આવી નહિ. એણે શરુ કરેલા વ્યાપક સંસ્કારધર્મને કોઈ મૂળમાંથી જ છેદી રહ્યું હોય એવું એને લાગવા માંડ્યું. આવો સમર્થ દેવબોધ જેવો સાધુ જે વાત કહે તે ખોટી માનવાનું પણ કેમ બને? એના મનમાં આખી પૃથ્વીને અનૃણી કરીને મહાન કીર્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા બેઠી હતી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્ર એ કરી શકે એમ એ માની રહ્યો હતો. એમના વચન પ્રમાણે એણે આ પ્રવૃત્તિ માંડી હતી. પણ આંહીં તો દેવબોધ એની પ્રવૃત્તિમાત્રને ઉચ્છેદી નાખવાની શક્તિ ધરાવતો જણાયો. તેણે વહેલી સવારે પહેલવહેલાં જ પૌષધશાળાનો રસ્તો લીધો.  હેમચંદ્રાચાર્ય ગુરુને ત્યાં તો એ જ વાતાવરણ અત્યારમાં હાજર થઇ ગયું