રાજર્ષિ કુમારપાલ - 19

  • 1.8k
  • 1
  • 1.1k

૧૯ જુદ્ધભૂમિમાં મધરાત ભાંગ્યા પછી તરત અંધારી રાતમાં જ ઉદયન સોરઠ તરફ ચાલી નીકળ્યો. આલ્હણજી ને કેલ્હણજી પણ એની સાથે હતા. એના મનથી એણે પાટણમાં કરવાનું બધું કરી લીધું હતું. અજયપાલ ઉપર ત્રિલોચનની જાત-ચોકી બેસી ગઈ હતી. આલ્હણ-કેલ્હણ એની સાથે હતા. ધારાવર્ષદેવજી આબુ જતા રહ્યા હતા. સોમેશ્વર આમ્રભટ્ટ સાથે હતો. જેની દરમિયાનગીરીથી સામંતોનું ઘર્ષણ બળવાન થઇ તાત્કાલિક ભડાકા થતાં વાર લાગે નહિ એવો કોઈ હવે પાટણમાં હતો નહિ. અને પ્રતાપમલ્લ મહારાજ પાસે રહેતો હતો. પટ્ટણીઓ એને ભાવિ વારસ ગણે તેવું વાતાવરણ હતું. વળી ગુરુદેવ ત્યાં મહારાજ માટે પૂર્વભૂમિકા ઘડી રહ્યા હતા. વળી શાસનદેવની કૃપા થઇ તો ભાવ બૃહસ્પતિ ને દેવબોધ