રાજર્ષિ કુમારપાલ - 16

  • 2.2k
  • 1
  • 1.4k

૧૬ આલ્હણ-કેલ્હણની જોડી ઉદયનનાં અંતરમાં કોણ જાણે ક્યાંથી એક સ્ફુરણ આવી રહ્યું હતું. જાણે હવે એ પાટણને ફરીને નિહાળવાનો નથી. એને બોલનારા કરતાં મૂંગા રહેતા માણસો ભયંકર લાગતા હતા. દેથળીના દરબારગઢમાં બર્બરકને એકે શબ્દ બોલતો સાંભળ્યો ન હતો. અને છતાં આહીંથી પણ એ પોતેને ભોં ગળી જાય એવી રીતે અદ્રશ્ય થઇ ગયો હતો. એ પાટણમાં હોય તોપણ એ ક્યાં રહેતો હશે એ કળવું મુશ્કેલ હતું અને એ ક્યાં નહિ હોય એ જાણવું વળી એથી વધુ મુશ્કેલ હતું.  દેથળીના દરબારગઢમાં એ બોલ્યો એક શબ્દ ન હતો, પણ પાટણની અત્યારની રાજતંત્રની નીતિનો સૌથી વધારેમાં વધારે ભયંકર દુશ્મન કોઈ હોય તો એ. એની