૧૪ અર્ણોરાજને વાત કરી! કંટેશ્વરીમાં તે દિવસે અગ્નિ પ્રગટ્યો નહિ. પણ એટલે તો મહાઅમાત્યની ચિંતા વધી ગઈ હતી. હવે એ ભારેલો અગ્નિ થઇ ગયો હતો. ગમે તે પળે એમાંથી ભડકો થાય એવો સંભવ હતો. પોતે સૌરાષ્ટ્ર તરફ જાય એની રાહ જોવાતી હોય એમ પણ બને. એમાં મહારાજને કોંકણ તરફ જવું પડે તો-તો શું થાય? અને એટલામાં કર્ણાટરાજને વળાવીને પાછા વળેલા કાકે જે સમાચાર અપાય તે વધારે ચિંતાજનક હતા. મલ્લિકાર્જુનનો ગર્વ સકારણ હતો. તે કલ્યાણના ચૌલુક્યરાજ તૈલપ ત્રીજાની ધૂંસરીમાંથી મુક્ત થયો હતો. ગોપકપટ્ટનનો ‘શિવચિત્ત’ પરમર્દી એના ઉપર પાછળથી આવે તેમ ન હતું, કોલ્હાપુર સાથે એણે મેળ રાખ્યો હતો. એણે યેન કેન