રાજર્ષિ કુમારપાલ - 13

  • 2k
  • 1
  • 1.3k

૧૩ પ્રભાતે શું થયું? મહારાજ કુમારપાલનો આજનો સંયમ જોઇને ઉદયન છક થઇ ગયો હતો. આવો જ આજ્ઞાભંગ જેવો પ્રસંગ બીજે બન્યો હોત તો ત્યાં જ લોહીની નદીઓ વહી હોત! પણ આજે તો મહારાજે અદ્ભુત જ સંયમ બતાવ્યો હતો. એક પળભર એમની આંખ ફરેલી જોઈ, ત્યારે એ ધ્રૂજી ઊઠ્યો હતો, પણ એમાંથી એક વાત તે પામી ગયો: મહારાજ હજી એના એ હતા. સમય આવ્યે તેઓ એકલા રણમેદાને પડીને મેદાન મારી આવે ને બધાને પાણી ભરતા કરી મૂકે! ફક્ત એ વાત મનમાં આવે એટલી જ વાર! એ જ આત્મશ્રદ્ધા ભરી રણસુભટતા હજી ત્યાં હતી! છતાં એના મનમાં પ્રભાતની ચિંતા ઘર કરી રહી