રાજર્ષિ કુમારપાલ - 6

  • 2.5k
  • 1
  • 1.7k

૬ સર્વ-અવસર મહારાજ કુમારપાલ રાજદ્વાર પર લટકતી સોનેરી ઘંટા જેમ હરકોઈ માટે ન્યાય માગવા સારુ રાત્રિદિવસ ખુલ્લી રહેતી, તેમ ‘સર્વ-અવસર’ સભાના પ્રંસગે મહારાજના સાન્નિધ્યમાં હરકોઈને આવવાનો અધિકાર રહેતો અને હરકોઈ વાત કહેવાનો અધિકાર રહેતો. આજના ‘સર્વ-અવસર’ની તો આખી નગરીને ખબર હતી, એટલે ચારે તરફથી સૌકોઈ રાજમહાલયના ચોગાન તરફ જવા માટે ઊપડ્યા હતા. આજે પંચોલી શ્રીધરને મહારાજ શો ન્યાય આપે છે એ તરફ સૌની દ્રષ્ટિ મંડાણી હતી. કર્ણોપકર્ણ એક વાત ફેલાતી રહી હતી. કુમારપાલ જેવો લોભનો કટકો બોંતેર લક્ષ દ્રમ્મ હવે ભંડારમાંથી પાછા અપાવે એ વાતમાં માલ શો હતો? ગવૈયા સોલાકે એક વખત મહારાજની વિડંબના કરી હતી એ સૌને યાદ આવી