રાજર્ષિ કુમારપાલ - 4

  • 2.2k
  • 1
  • 1.5k

૪ ગોત્રદેવીનું ભોજન! કુમારપાલને શયનખંડમાં પછી નિંદ્રા આવી શકી નહિ. તે પ્રભાતની રાહ જોતો પડખાં ફેરવતો રહ્યો. એને મનમાં દ્રઢ નિશ્ચય થઇ ગયો હતો: ‘રુદતીવિત્ત એ મહાભયંકર અમાનુષી વસ્તુ છે. એની વાત એ મંત્રીસભામાં મૂકે તો કોઈ એ સ્વીકારે એ અશક્ય હતું. અર્ણોરાજને પણ એટલા માટે જ એણે વાત કરી ન હતી. એણે પ્રભાતમાં જ ડિંડિમિકાઘોષ કરવી દેવાનો સંકલ્પ કરી લીધો. એની આંખ બે ઘડી મીંચાઈ ગઈ.  રાજા જાગ્યો ત્યારે પહેલું કામ જ એણે એ કર્યું. પોતે જાતે જ ત્રિલોચનને એ આજ્ઞા આપી દીધી. તૈયાર થઈને પછી એ પૌષધશાળામાં જવા નીકળ્યો. એને દેવબોધની વાતનું આશ્ચર્ય થયું હતું. તેમ મનમાં હર્ષ