રાજર્ષિ કુમારપાલ - 3

  • 2.4k
  • 3
  • 1.6k

૩ કોણ રડી રહ્યું હતું? રાજાનું મન મનને કહી રહ્યું હતું, ‘કોણ હશે?’ અને તેના અંતરમાં અચાનક સિદ્ધરાજ મહારાજના આવા અનેક રાત્રિપ્રસંગો આવી ગયા. લોકકંઠમાં, લોકકથામાં, લોકવાણીમાં ને લોકહ્રદયમાં હજી તેઓ બેઠા હતા. પોતે પણ આજે એવો જ કોઈ પ્રસંગ મેળવી શક્યો હોય! તે બહુ જ ધીમે સાવચેત પગલે આગળ વધ્યો. જરા જેટલો પણ અવાજ ન થાય તે માટે થોઈ વાર ચાલ્યા પછી એણે નીચે બેસીને જ ચાલવા માંડ્યું.  પચીસ-પચાસ કદમ જ દૂરથી કોઈકનું અંતર હલાવી નાખે તેવું રુદન હવે સ્પષ્ટ સંભળાવા માંડ્યું! કોઈ ધ્રુસકેધ્રુસકે રડી રહ્યું હતું.  રાજા આગળ વધ્યો. નજીક આવતાં એના આશ્ચર્યનો પાર રહ્યો નહિ. એક નહિ