રાજર્ષિ કુમારપાલ - 1

(13)
  • 6.2k
  • 1
  • 4.1k

ધૂમકેતુ પ્રવેશ પાટણના સિંહાસન ઉપર મહારાજ કુમારપાલનો અધિકાર સ્થાપિત થઇ ચૂક્યો હતો. રાજમાં અને પરરાજમાં સૌને ખાતરી થઇ ગઈ કે પાટણની ગાદી ઉપર સિદ્ધરાજ મહારાજ જેવો જ સમર્થ અને તેજસ્વી પુરુષ આવ્યો છે. શાકંભરી, માલવા, મેદપાટ, નડૂલ, આબુ, સોરઠ – સઘળાં શાંત હતાં. ગુજરાત પ્રત્યે નજર ન નાખવામાં જ સૌને પોતાની મર્યાદા સચવાતી જણાતી. પણ ગુર્જરેશ્વર કુમારપાલ જેવો રણજોદ્ધો હતો, એવો જ પ્રેમધર્મને વરેલો મહાન પુરુષ પણ હતો. એણે ત્રીસ-ત્રીસ વર્ષ સુધી માત્ર દુઃખ જ જોયું હતું અને અનુભવ્યું હતું, એને છેવટે સંગ્રામ કરીને પાર પણ કર્યું હતું. એનો એ અનુભવ એને પળેપળે રાજનીતિમાં દોરી રહ્યો હતો. ‘દુઃખ કોઈને નહિ’