ધ સર્કલ - 15

  • 1.8k
  • 822

૧૫ અમે ગ્રાઉન્ડ ફલેાર પર આવ્યા. ગ્રાઉન્ડ ફ્લોર એકદમ નિર્જન હતો. માણસ તો શું કોઈ ચકલુય નજરે પડતું નહોતું. જોકે ત્યાં કેટલાક સમય પહેલા માણસો હાજર હતા એના સંકેતો એક નજરે જ દેખાઈ આવતા હતા. થોડીક મીનીટો પહેલા મઠ માણસોથી ધમધમતો હતો એમાં કોઈ શંકા નહોતી પણ હવે એ મઠ ખાલી થઈ ગયો હતો.  અમે સાવધાનીપૂર્વક મેદાન ઓળંગ્યું. પરોઢ થવા આવ્યું હોવા છતાં પણ વરસાદ હજીય ચાલુ હતો. મેં મેઈન બીલ્ડીંગનુ બારણું હળવેકથી ખોલ્યુ. અમે થોડીક મીનીટો સુધી અંદર કોઈ છેકે નહી એનો અંદાજ લગાવવા એમ જ તાબૂત બનીને ઉભા રહ્યા. મેં આંખ અને કાન સરવા કર્યાં પણ અંદર કોઈ