ધ સર્કલ - 1

  • 3.5k
  • 1
  • 2k

સેમ્યુઅલ રોપવોકર રજૂઆત રોમા રાવત   ૧ મેં એકસીલરેટર પરથી પગ સહેજ ઊઠાવ્યેા, મારી ભાડુતી બી.એમ.ડબ્લ્યુ. કારને તેના બે પૈડા પર જમણી બાજુએ વાળી પછી ફરી એક વાર એકસીલરેટર દાબ્યું. કોઈ ખાસ ફરક ન પડ્યો. જો કે હું પણ ઉતાવળમાં નહોતો. પણ એનાથી મને જરા ઠીક લાગ્યુ. વધુ નહિ, પણ થોડું. નેવાડાની એ ઠંડીગાર સવારે ત્રણ વાગે હું વેરાન ઊજજડ હાઈવે પર કાર હંકારતો જઈ રહયો હતો. હાઈવે વૃક્ષોથી ઘેરાયેલો હતેા. કયાંક કયાંક એકલદોકલ સસલું કે શિયાળ નજરે પડતા હતા. ઠંડીમાં હું ધ્રુજતો હતો અને એથીય વધુ ખરાબ તો એ હતું કે હું એકલો હતો અડધો કલાક પહેલાં હું. મેં