સાંવરી અલ્પાબેનના ગાલ ઉપર પોતાના નાજુક હાથ ફેરવતી જતી હતી, તેમનાં આંસુ લુછતી જતી હતી અને તેમને સમજાવીને શાંત પાડી રહી હતી. કમલેશભાઈ, અલ્પાબેન સાંવરીના મમ્મી પપ્પા, બંસરી, તેની નાનકડી લાકડી દીકરી હેત્વી તેમજ સાંવરીના જીજુ બધાજ સાંવરી તેમજ મીતને વિદાય કરવા માટે એરોડ્રામ ઉપર આવ્યા હતા. સાંવરી તેમજ મીત બધાને પગે લાગ્યા. સાંવરીએ પોતાની લાડકી ભાણી હેત્વીને ખૂબજ વ્હાલ કર્યુ, કીસ કરી અને તેની આંખો સ્હેજ ભરાઈ આવી... બધાને બાય કહીને બંનેએ વિદાય લીધી અને લંડન તરફ ઉડાન ભરી...મીત અને સાંવરી કંપનીના બોસ લંડન આવી રહ્યા છે તે જાણીને લંડનની ઓફિસમાં થોડી ચહલપહલ મચી ગઈ હતી અને જેની, જેના