હું અને અમે - પ્રકરણ 18

  • 2.2k
  • 1.2k

નીરવ રાત્રે તરસના માર્યે પોતાની રૂમમાં રાખેલ જગને તપાસી રહ્યો હતો. ખાલી જગ જોઈ તે રસોડા તરફ ચાલ્યો. બહાર આવી તેણે જોયું તો ઘરનો દરવાજો ખુલ્લો હતો. તે ઘરમાં તપાસવા લાગ્યો, તો ખબર પડી કે રાકેશ પોતાની પથારીમાં નથી. તે સમજી ગયો અને બહાર નીકળી અગાસીમાં ગયો. રાકેશ ત્યાં વિચાર મગ્ન થઈ બેઠો હતો. તે તેની બાજુમાં જઈને બેસી ગયો.   "તમે હજુ જાગો છો?" રાકેશે સવાલ કર્યો.   "આ સવાલ તો મારે તને પૂછવો જોઈએ."   એક ઊંડો શ્વાસ લઈ અને છોડતા તે બોલ્યો: "હા બસ એમ જ."   "એમ જ?"   "ફોન આવ્યો 'તો કમ્પનીમાંથી. કોઈને ડિસ્ટર્બ ના