આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ

  • 2.1k
  • 754

આંતર રાષ્ટ્રીય ઊંટ વર્ષ આપણી ઇકો સિસ્ટમમાં જે પ્રાણીની ભૂમિકા મહત્વની છે,અને ખાસ રણનું વહાણ તરીકે ઓળખાતું પ્રાણી ઊંટના મહત્વ વિશે જાગૃતિ વધારવા ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ભલામણ બાદ યુએન જનરલ એસેમ્બલીએ તેનું વર્ષ જાહેર કર્યુ. યુ.એન. દ્વારા આ ચાલુ 2024ના વર્ષને ઊંટના આંતર રાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરેલ છે. પૃથ્વીના સૌથી પ્રતિકુળ ઇકો સિસ્ટમમાં રહેતા લાખો ગરીબ પરિવારો માટે તે એક મહત્વ પૂર્ણ આજીવિકા છે. આ વર્ષ જાહેર કરવાનો હેતુ ઇકો સિસ્ટમના સંરક્ષણ, જૈવ વિવિધતા સંરક્ષણ અને ખાદ્ય સુરક્ષાના સંદર્ભમાં અને આબોહવા પરિવર્તનને અનુકુલન કરવામાં ઊંટની ભૂમિકા મહત્વપૂર્ણ છે. વિશ્ર્વભરના સમુદાયો માટે તે એક મજબુત સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.