છપ્પર પગી - 44

(18)
  • 2.5k
  • 2
  • 1.3k

છપ્પરપગી ( ભાગ-૪૪ )——————————આજે વહેલી સવારે સ્વામીજીની ઈચ્છાનુસાર ડો.અભિષેકભાઈ અને ડો. રૂચાબહેન ગંગાસ્નાન માટે ગયા પણ સ્વામીજીએ તો કંઈ અલગ જ યોગ સર્જી આપ્યો જેથી ડો.વિહાંગભાઈ અને ડો. પલ્લવીબહેન સાથે સંપર્ક થયો… કદાચ સ્વામીજી પોતે કોઈ સલાહ કે માર્ગદર્શન આપે એના બદલે વ્યક્તિ પોતે જ નિર્ણય લઈ કોઈ નિષ્કર્ષ પર પહોંચે એવો એમનો આશય સ્પષ્ટ જણાયો…પણ હવે રૂચાબહેન બહુ જ ખુશ હતા કે એક નિષ્કર્ષ પર પહોંચાયુ તો ખરું. હવે આશ્રમમાં બધા સવારનાં નાસ્તા માટે ભોજનાલયમાં મળે છે ત્યારે વિશ્વાસરાવજી પોતે જ બધાને નાસ્તો પીરસવા લાગે છે અને અભિષેકભાઈના ચહેરા સામે જોઈ સમજી જાય છે કે આ લોકોનો પ્રશ્ન હળવો