પ્રેમ સમાધિ - પ્રકરણ-35

(27)
  • 2.7k
  • 3
  • 1.9k

પ્રેમ સમાધિપાર્ટ – 35કલરવે વિજયઅંકલ સાથે વાત કરી... કલરવને પૂછ્યું તું જૂનાગઢથી નીકળ્યો એને 6 મહિના ઉપર થઈ ગયું તારી મમ્મી અને નાનીબહેનનાં સમાચારથી ખુબ દુઃખ થયેલું..”. કલરવે અટકાવીને કહ્યું અંકલ બધુંજ કહું છું... એણે ગાડીની અંદર બેઠેલી સ્ત્રીની સામે જોયું... એને જાણે ખ્યાલ આવી ગયો કે આ વિજયઅંકલની પત્ની નથીજ. એને ખ્યાલ આવ્યો કે વિજયટંડેલ એની સામેજ જોઈ રહ્યો એણે નજર હટાવી લીધી.વિજય ટંડેલે કહ્યું સારું થયું તું સમયસર આવી ગયો થોડો મોડો પહોંચ્યો હોત તો હું બહાર નીકળી ગયો હોત. અહીં તને કોઈ ઓળખે નહીં... પણ તેં પછી મને ફોન...” પછી પોતાની સ્થિતિ યાદ આવતાં ચૂપ થઇ ગયો.