ડાયરી - સીઝન ૨ - હાઉસ ફૂલના પાટિયા

  • 1.5k
  • 554

શીર્ષક : હાઉસ ફૂલના પાટિયા ©લેખક : કમલેશ જોષીપહેલાં એક પ્રશ્નનો જવાબ આપો: તમે કઈ ફિલ્મ ત્રણથી વધુ વખત ટોકીઝમાં જોઈ હતી? ટીવી, ઓટીટી, યુ ટ્યુબના આજના જમાનામાં ફિલ્મો શબ્દશઃ કહી શકીએ કે ‘હાથવગી’ થઈ ગઈ છે ત્યારે આજથી ત્રણેક દાયકા પહેલાના જમાનામાં શુક્રવારે ટોકીઝોની બહાર જે પ્રેક્ષકોના ટોળા ઉભરાતા એ દૃશ્ય ‘ભૂલી બિસરી યાદે’ બની ગયું છે. ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ફિલ્મ જોવી એ એ જમાનાના ફિલ્મ રસિકો માટે જાણે બહુ મોટું ‘એચીવમેન્ટ’ ગણાતું. છાપાઓમાં કઈ ટોકીઝમાં કઈ ફિલ્મ ચાલે છે એની આખે આખું પાનું ભરીને જાહેરાતો આવતી. અમુક ફિલ્મો એના હૃદયસ્પર્શી ગીતો માટે સુપરહિટ જતી, તો અમુક એના