માધવ ક્યાંય નથી - સમીક્ષા

  • 10.1k
  • 2
  • 3.8k

પુસ્તકનું નામ:- માધવ ક્યાંય નથી સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- હરીન્દ્ર જયંતીલાલ દવેનો જન્મ ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૦ના રોજ ખંભરા ખાતે થયો હતો. તેઓ ગુજરાતી ભાષાના જાણીતાં કવિ, નવલકથાકાર, નિબંધકાર હતા. ૧૯૫૧ થી ૧૯૬૨ દરમિયાન ‘જનશક્તિ’ દૈનિક, ૧૯૬૨ થી ૧૯૬૮ સુધી ‘સમર્પણ’ ના સંપાદક રહ્યા. ૧૯૬૮ થી ૧૯૭૩ સુધી યુસિસની મુંબઈ ઑફિસમાં ગુજરાતી વિભાગના તંત્રી તરીકે કાર્ય કર્યું. ૧૯૭૩માં ફરી જનશક્તિમાં જોડાયા મુખ્ય તંત્રી તરીકે અને ત્યાર બાદ જન્મભૂમિ, પ્રવાસી અને જન્મભૂમિ- પ્રવાસી નાં મુખ્ય તંત્રી તરીકે અંતિમ દિવસ સુધી કાર્યરત રહ્યા. તેઓ મુખ્યત્વે, ગીતકાર અને ગઝલકાર છે. માધવ ક્યાંય નથી મધુવનમાં’ કે ‘પાન લીલું જોયું ને તમે યાદ