સંધ્યા - 52

  • 2.2k
  • 1
  • 1.1k

દક્ષાબહેને ખૂબ પ્રેમથી સાક્ષીના ગળે ઘૂંટડો તો ઉતારી દીધો હતો પણ પોતાને ક્યું બહાનું ધરે કે એનું મન શાંત થાય! એમનું દિલડું અંદરથી ખૂબ જ રડી રહ્યું હતું. એમને કાંઈ જ ગમતું નહોતું! ચહેરાને પરાણે હસતું રાખી રહ્યા હતા. એક તરફ સંધ્યાની થતી ચિંતા અને બીજી તરફ સુનીલની લાચારી આ બંનેમાં મા ની મમતા વલોવાઈ રહી હતી. છાશમાંથી માખણ જેમ છૂટું પડે એમ એમની ભીતરે ધબકતી સંધ્યા અચાનક એમનાથી અળગી થઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું અને દુઃખ એ વાતનું પણ હતું કે, આજે સંધ્યા સાથે એના ઘરે પણ પોતે જઈ શક્યા નહોતા! આજે એમના મનમાં જે ખળભળાટ થતો