સંધ્યાને સૂરજના અસ્તિત્વનો અહેસાસ થયો આથી એ ખુબ જ ખુશ થઈ ગઈ હતી. એને એમ થઈ ગયું કે, સૂરજ દરેક ક્ષણે મારી સાથે મારી ભીતરે જ છે. બસ, આટલો અહેસાસ એને જીવન જીવવા માટે પૂરતો હતો. એનું પળભરમાં સઘળું દુઃખ દૂર થઈ ગયું હતું. એક આહલાદક અહેસાસ સાથે એ શાંતિથી ઊંઘી ગઈ હતી. સવારે સંધ્યા જયારે ઉઠી ત્યારે એ ખુબ જ તાજગીનો અહેસાસ કરી શકતી હતી. વર્ષો પછી આજની રાત એ શાંતિથી સૂતી હતી. સંધ્યાની ફક્ત કાયાને જ નહીં પણ મનને પણ શાતા મળી હતી.સંધ્યાએ બધાનો નાસ્તો અને ઘરનું વધારાનું કામ પતાવ્યું અને અભિમન્યુને તૈયાર કર્યો હતો. દક્ષાબહેને સાક્ષીને તૈયાર