પંક્તિને ડોક્ટર ડીલેવરી રૂમમાં લઈ ગયા હતા. બહાર પરિવારના બધા જ સદશ્યો ડોક્ટર સમાચાર આપે એની રાહ જોઈ રહ્યા હતા. થોડીવાર પછી એક નર્સ આવી એણે કહ્યુ કે,"પંક્તિએ એક ખુબ સરસ બાળકીને જન્મ આપ્યો છે. બાળકી એકદમ તંદુરસ્ત છે અને એની માતાની તબિયત પણ સારી છે. બધાએ આવનાર બાળકી કુદરતની મરજી હોય એને સહર્ષ સ્વીકારી હતી. હા, કદાચ દીકરો આવ્યો હોત તો ખુશી કંઈક અલગ જ હોત, પણ આ દીકરી માટે કોઈને અણગમો નહોતો. એક પછી એક બધા જ એ બાળકીનું મોઢું જોઈ આવ્યા હતા. ખુબ જ સુંદર હતી. સંધ્યાએ સાક્ષી અને અભિમન્યુની સાથે ઘરે રહેવું પડ્યું હતું. હવે એ