સંધ્યા એ બધી બહેનોને જડબેસલાક જવાબ આપી ને ત્યાંથી પોતાના સ્વમાનની માટેની લડતને સ્વીકારતા લિફ્ટ પાસે સાક્ષી અને અભિમન્યુને લઈને પહોંચી હતી. પંક્તિ પણ પોતાનું સ્કૂટર પાર્ક કરીને એ બહેનો સામે એક તીક્ષ્ણ નજર કરીને સંધ્યા પાસે પહોંચી ગઈ હતી.પંક્તિએ સંધ્યાને લિફ્ટમાં જેવા અંદર પ્રવેશ્યા કે તરત કહ્યું, "વાહ સંધ્યા! શાબાશ સંધ્યા... બસ આમ જ બધાનું મોઢું બંધ કરતી રહેજે! ક્યારેય સ્વમાનને હારવા દેવું નહીં! આ દુનિયામાં સીધા લોકો જ વધુ હેરાન થાય છે."સંધ્યાએ ઘરમાં પ્રવેશીને તરત પહેલા પાણી પીધું હતું. એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના મમ્મીને કહ્યું, "મમ્મી આજ મેં મારી લાઈફમાં પહેલીવાર એક સાથે ચાર જણાને તમાચો