પાર્ટી અને પ્રેમ - 4

  • 2.6k
  • 1.2k

સામેનો નજારો જોઈ ને પ્રિયા તો શોક થઈ ગઈ. સંકેત હાથ માં વિંટીનું ખુલ્લું બોક્સ લઈ ને એક પગ પર બેઠો હતો. અને અચાનક જ જ્યાં ફક્ત પ્રિયા અને સંકેત હતા ત્યાં અત્યારે પ્રકાશ, ધર્મેશ, કરિશ્મા, નિશા, ડિમ્પલ અને તેનો પતિ બધા આવી ગયા હતા અને બંને ની સર્કલ માં ઉભા હતા. આ પળ ને સાચવી ને રાખવા માટે એક વીડિયોગ્રાફર પણ હતો. આટલું બધું જોઈ ને થોડી વાર તો પ્રિયા વિચારતી રહી કે આ બધું શું છે."હેલ્લો મેડમ, ક્યાં વિચારો માં ખોવાઈ ગયા? તમારું વિચારવાનું પૂરું થયું હોય તો હું કઈ કહું?" સંકેત બેઠા બેઠા જ બોલ્યો. પ્રિયા એ