લલિતા - ભાગ 17

  • 3.6k
  • 1.8k

લલિતમાં ઘણાં બદલાવ લાવવા પડશે એ અર્જુન સમજી ગયો હતો. અને તે પણ જાણી ગયો હતો કે આ કામ તેના સિવાય બીજું કોઈ કરી શકે એમ નથી. લલિતાને મૂકીને અર્જુન ઘરે આવે છે. થોડા દિવસોમાં લગ્નના કાર્ડ છપાઈને આવી જાય છે. અર્જુન અમુક કાર્ડ લઈને તેના મિત્રો અને સહ કર્મચારીઓને આપવા જાય છે. પણ વચ્ચેના દિવસોમાં એ પણ આટલા અંદરના ગામ સુધી આવે કોણ? એટલે અર્જુને કોઈને વધુ આગ્રહ કર્યો નહીં. તે નિરાશ હતો કેમ કે દરેક જણને એવું હોય છે કે તેમના મિત્રો લગ્નમાં હાજર રહે પણ અર્જુન તે બાબતે લકી ન હતો.ઘરે આવીને અર્જુને પોતાની ઈચ્છા ઘરવાળાઓ સમક્ષ