શિવમ, કાલિંદી અને અઘોરી દાદાએ જંગલનો રસ્તો પકડ્યો. જતાં જતાં નંદિની અને વિરમસિંહની રજા લીધી. બસ હવે આજની રાત એ શૈતાનની આખરી રાત હતી.ગામની બહાર પગ મૂકવા ગયા ત્યાં વાતાવરણ એકાએક ભયંકર બની ગયું. જંગલની તરફથી તેજ હવાઓં ગામની તરફ વહેવા લાગી. કાનના પડદા ચિરી નાખે તેવો સૂસવાટા ભેર હવાનો અવાજ આવી રહ્યો હતો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. તેજ હવા અને એમાંય ધૂળના કારણે કંઈ દેખાઈ રહ્યું નહોતું.“ અઘોરી દાદા આ શું થઈ રહ્યું છે." શિવમે પોતાની આંખો આડે આવતી ધૂળને પોતાના હાથો વડે હટાવતાં કહ્યું.“ એ તો હું પણ નથી જાણતો. મારા ખ્યાલથી કાળી શૈતાની શક્તિ ગામ તરફ આવી