બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 34

  • 1.9k
  • 922

બધું શું ઠીક કરવાનું છે? તું ક્યાં છે હાલ એટલું તો જણાવી દે?" શિવમની મમ્મીએ પૂછ્યું.શિવમ આગળ શું કહેવું અને શું ન કહેવું એ વિચારી રહ્યો હતો ત્યાં જ પાછળથી કોઈએ એકાએક તેના ખભા પર હાથ મૂક્યો. શિવમ અચાનક ચમકી ગયો અને તેનો ફોન હાથમાંથી પડી ગયો.“ ઓહ..! શિવમ તું તો ડરી ગયો." શિવમના હાથમાંથી એકાએક ફોન પડી જતાં કાલિંદી એ કહ્યું.“ કાલિંદી તું..!? તને આરામ કરવાનું કહ્યું હતું ને તું અહીંયા શું કરે છે." કાલિંદી ને પોતાની સમક્ષ જોતા જ શિવમે પૂછ્યું.“ એ તારા ફોનમાં એટલા કોલ કોના આવતાં હતાં એજ પૂછવા આવી હતી, અહીં તું ઉદાસ દેખાઈ રહ્યો