બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 25

  • 2k
  • 1k

આ ધાબળા વાળો વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ રક્ષિત જ હતો ભૈરવીનો પ્રથમ પ્રેમ. રક્ષિત કઈ બોલે એ પેલા જ એક ભયંકર અટ્ટહાસ્ય હવેલીના પ્રવેશ દ્વાર તરફથી સંભળાયું. બધાનું ધ્યાન બકુલાદેવી તરફ હોવાથી કોઈએ પ્રવેશ દ્વાર તરફ ધ્યાન આપ્યું નહોતું પરંતુ અટ્ટહાસ્ય થતાંની સાથે જ બધાનું ધ્યાન તે તરફ ગયું.એક હાથમાં તલવાર અને બીજો હાથ હવામાં ખુશીથી આમતેમ ઝૂલી રહ્યો હતો. તલવારમાંથી તાજુ રક્ત ટપકી રહ્યું હતું જેનાથી લાગી આવતું હતું કે એજ તલવાર દ્વારા બકુલાદેવી પર હુમલો કરવામાં આવ્યો હશે. એક અટ્ટહાસ્યની સાથે બીજા ચાર ચહેરા હવેલીની અંદર પ્રવેશી ચૂક્યા હતા. હવેલીના પ્રજ્જવલિત મસાલોના સંપર્કમાં આવતાં જ તે ચહેરા