બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 18

  • 2.3k
  • 1.2k

“ માનસિંહ ભાઇસા તમને ભૈરવીદેવી બોલાવે છે." રાજેશ્વરી શયનખંડમાં પ્રવેશતા જ બોલ્યાં.રાજેશ્વરીના શબ્દો સાંભળીને અમરસિંહે પોતાની વાત અધૂરી જ છોડી દીધી.રાજેશ્વરીના શબ્દો સાંભળતાં જ બકુલાદેવીને એ જ્યોતિષે કરેલી ભવિષ્યવાણી યાદ આવી ગઈ. અને તેઓ થોડા સમય પહેલા બનેલી ઘટનામાં સરી પડ્યાં...“ કુંડળીમાં ખૂબ જ મોટો દોષ છે. આ લગ્ન તમારા કુળનો વિનાશ આરંભી શકે છે." માનસિંહ અને ભૈરવીદેવીની કુંડળી મેળવતાં જ્યોતિષે કહ્યું.જ્યોતિષની વાત સાંભળીને બકુલાદેવી અને અમરસિંહ ત્યાંને ત્યાં જ થંભી ગયા. જે લગ્ન તેઓ તેમના પુત્રની ખુશી ખાતર કરે છે એજ લગ્ન તેમના કુળનો વિનાશ કરશે આ જાણીને બકુલાદેવીને વધુ ઊંડો આઘાત લાગ્યો.“ પણ જ્યોતિષજી કઈક તો ઉપાય હશે