સંધ્યા - 40

  • 2.3k
  • 1.2k

"હા, તું સાચું જ કહે છે! હું જ ખુબ નેગેટિવ વિચારતી થઈ ગઈ છું. હવે હું આવું ક્યારેય વિચારીશ નહીં." સંધ્યાએ પોતાના ખોટા વિચારને દૂર કરવાના પ્રયત્ન કરતા કહ્યું.દક્ષાબહેન સંધ્યાને પાણી આપીને પોતે મૌન રહી હિમ્મત આપી રહ્યા હતા. એ પણ ખુબ ભાવુક થઈ ગયા હતા, આથી કંઈ કહી શકે એવી પરિસ્થિતિમાં જ નહોતા. પણ સંધ્યા એમની હૂંફને અનુભવી શકતી હતી. પંકજભાઈ મહા મહેનતે એટલું બોલ્યા કે, "જો બેટા! જીવનમાં ક્યારેય નબળા વિચાર કરવાના જ નહીં. તું તારું જીવન શાંતિથી જીવ અમે બધા તારી સાથે જ છીએ!સંધ્યા હવે થોડી સ્વસ્થ થઈ ગઈ હતી. પંક્તિ પણ સાક્ષી અને અભિમન્યુને લઈને આવી